Kirtidan Gadvi in Bageshwar Dham: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા
સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યા હતા
કિર્તીદાન ગઢવી ના ડાયરામાં પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો
કિર્તીદાન ગઢવી અને બાગેશ્વર ગામના(Bageshwerdham) ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ જ અતૂટ સબંધ છે આપણે ગુજરાતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં તેમની નિકટતાને આપણે સૌ કોઈ જોઈ છે. જ્યારે સુરતમાં (Surat city)દિવ્ય દરબાર યોજાયેલ હતો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેરમાં કહ્યું હતું કે ” કિર્તીદાન ગઢવી તુમ બાગેશ્વર ધામ મેં જરૂર આના.” ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આમંત્રણને માન આપીને હાલમાં ગુરુપૂર્ણિમાના શુભ દિવસે કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.
Kirtidan Gadvi in Bageshwar Dham: બાબા બાગેશ્વર ધામ એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ દરેક લોકો દિવાના છે. ધીમે ધીમે એમની લોકપ્રિયતા ઘણી વધતી રહે છે. 4 જુલાઇના રોજ બાગેશ્વર ધામ સરકરાના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મદિવસ હતો. આ સાથે જ એ દિવસે ગુરૂપૂર્ણિમામાં ખાસ અવસર પર મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં મહોત્સવનું પણ આયોજન થયું હતું.
હાલમાં જ કિર્તીદાન ગઢવી (Kirtidangahdvi) કમા સાથે દુબઈમાં આયોજિત લોક ડાયરો માયા હાજરી આપી હતી ત્યારબાદ તેમણે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે મધ્યપ્રદેશમાં વિરેન્દ્ર શાસ્ત્રીના આયોજિત દિવ્ય દરબારમાં હાજરી આપીને ભજનની રમઝટ બોલાવી દીધી હતી અને ખાસ તો તેમણે પોતાના અંદાજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને (Dhirendrshashtri) પસંદ કરવા માટે એક ખૂબ જ સુંદર મજાનું ભજન ગાયું હતું.
કિર્તીદાન ગઢવી ના ડાયરામાં પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો. જેના વીડિયો કિર્તીદાને તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે અને તેમાં બાગેશ્વર ધામમાં ચાલતી રમઝટ જોવા મળી રહી છે.
વાયરલ થયેલ રિલ્સમાં (Viralreels) તમે જોઈ શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવીએ બાલાજીના ગુણગાન ગાયેલા અને તેમના પર રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવ્યો છે. ખરેખર આ વીડિયો જોઈને એ તો સાબિત થઈ જાય છે કે કીર્તિદાન ગઢવીની બોલબાલા માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નથી.
બાગેશ્વર ધામ ખાતે 5 દિવસીય ગુરુ પૂર્ણિમા ઉત્સવના ભાગરૂપે દરરોજ સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભજન સંધ્યામાં ગુજરાતના પ્રખ્યાત ભજન ગાયક કીર્તિદાન ગઢવી અને ગીતા રબારી પોતાની રજૂઆત આપવા આવી રહ્યા છે. 4 જુલાઇના રોજ ગીતા રબારી ચાઈના હતા. ત્યાંથી હોંગકોંગથી સીધા મુંબઈ અને મુંબઈથી ભોપાલ ગયા હતા.